કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કુંભારપરા વિસ્તારમાં કિશનભાઈનું સ્પ્લેન્ડર ચોરાયું

પોતાના ઘર પાસે પાર્ક કરેલું રાત્રીના સમયે ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ

વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે, ત્યારે આવા વધુ એક બનાવમાં વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘર પાસે પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા શખ્સોએ ચોરી કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઇ છે…. 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા કિશનભાઈ લખમણભાઇ રાઠોડ નામના યુવાને પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઈક નંબર GJ 36 AG 1729 પોતાના ઘર પાસે પાર્ક કરી રાત્રીના સમયે કારખાનામાં નાઇટ સિફ્ટમાં કામે ગયેલ હોય, જેની કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે ચોરી કરી લઇ જતાં યુવાને બનાવની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…. 

Content Copying Forbidden !!

error: Content is protected !!