કંડકટરશ્રી પ્રકાશભાઈને અભિનંદન !!
વાંકાનેર: ગત તારીખ 7/ 5/ 2026 ના રોજ વાંકાનેરથી અમદાવાદ જતી બસમાં મુસાફર આશિયાનાબાનુ નૂરમહંમદભાઈ મેર જેમનું મુસાફરી દરમ્યાન પર્સ બસમાં ભુલાઈ ગયેલ જે ફરજ પરના કંડક્ટરશ્રી પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાંઇવર શ્રી ભીખુભાઇ કુંભરવાડીયા હતા જેઓ બસ અમદાવાદ પહોંચી ત્યારે કંડકટર દ્વારા બસ ચેક કરતા એક લેડીસ પર્સ મળી આવેલ જેમાં સોનાની વીંટી, એક જોડી ચાંદીના સાંકરા, મેકઅપનો સામાન, બંગળી અને પાટલા જે તેમની અંદાજિત કિંમત રૂપીયા ૪૫૦૦૦ ઉપરની હોય જે 



ખરાઈ કરીને વાંકાનેર ફરજ પરના TC શ્રી જયેશભાઇ પંડયા દ્વારા જાણ થઈ ને મુસાફરને રૂબરૂ બોલાવી કંડકટર શ્રી પ્રકાશભાઈ મકવાણા, રાજકોટ એસ. ટી. ક્રેડિટ સો. ડિરેક્ટર શ્રી જે. જે. જાડેજા, ટી.આઈ. શ્રી રહીમભાઈ પરમારની હાજરીમાં ખરાઈ કરી આજ રોજ બધી વસ્તુઓ ગણાવીને પરત આપેલ છે જેમના દ્વારા એસ. ટી. નિગમ તેમજ વાંકાનેર એસ. ટી. પરીવાર પ્રતિષ્ઠામાં વધારો કરવા બદલ રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા સાહેબ તેમજ વાંકાનેર ડેપો મેનેજર શ્રી એ. એન. પઢારીયા સાહેબ દ્વારા કંડકટરશ્રી પ્રકાશભાઈને અભિનંદન સાથે ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં મુસાફર દ્વારા પણ નિગમ અને વાંકાનેર એસ. ટી. પરીવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…

