કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પેટી પલંગમાંથી દારૂની બાટલીઓ!

લુણસર ગામે તાલુકા પોલીસની કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે તાલુકા પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી પેટી પલંગમા છુપાવવામાં આવેલ વિદેશી દારૂની 33 બોટલ કબ્જે કરી એક શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામે આરોપી મહેશ રમેશભાઈ વાઘેલાના રહેણાંકમા દરોડો પાડવામાં આવતા પેટી પલંગમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 33 બોટલ કિંમત રૂપિયા 12,375 મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!