કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પોલીસ મથકે ચંદ્રયાન-3નું લાઈવ પ્રસારણ

પોલીસ કર્મચારીઓ, શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ- શિક્ષકો અને સ્થાનિક વાંકાનેરના નાગરિકોની ઉપસ્થિતિ

વાંકાનેર પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રજા જાગૃતિ અને પ્રજા ચિંતક કાર્યક્રમ અંતર્ગત યોજાતા રહે છે.

જેમાં 23 ઓગષ્ટના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે વિવિધ તાલુકા પોલીસ સ્ટેશન અને સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો વાંકાનેર શહેર તાલુકાના નાગરિકોને વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ચંદ્રયાન-3 લાઈવ પ્રસારણ અંતર્ગત કાર્યક્રમના ભાગરૂપે જીલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર ખાતે યોજાયેલ જેમાં ડીવાયએસપી એન.કે. પટેલની અધ્યક્ષતામાં

સીટી પોલીસ વાંકાનેર પીઆઈ પી.ડી. સોલંકી, વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઈ બી.પી. સોનારા, સીટી પોલીસ પીએસઆઈ કે.કે. ચાનીયા, ડી.વી. કાનાણી, વાંકાનેર સીટી પોલીસ પીએસઆઈ સહિત વાંકાનેર સીટી પોલીસ અને તાલુકા પોલીસ સમગ્ર સ્ટાફના પોલીસ કર્મચારીઓ વિગેરે શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્થાનિક વાંકાનેરના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!