કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લાલપર ગામ પાસે અમરસરના શખ્સ પર કુહાડીથી હુમલો

સલીમભાઇની ભત્રીજીને મુરાદખાનનો દીકરો ભગાડી ગયો હતો

ભાગનાર મહિલા પરણિત

ચાલતા મનદુ:ખમાં હુમલો કરાયો
મહિકા ગામથી બાઈક પર અમરસર આવતા ઘટના બની

રાજકોટ: વાંકાનેર તાલુકાના અમરસરમાં રહેતા સલીમભાઈ નુરમહંમદભાઈ બ્લોચ (ઉંમર વર્ષ 50) ગઇકાલે સાંજના મહિકા ગામથી બાઈક પર અમરસર આવતા હતા ત્યારે લાલપર ગામ નજીક મુરાદખાન અને નવાઝ ઉભા હતા. તેમણે સલીમભાઈનું બાઈક અટકાવ્યું હતું. પછી ઝઘડો કરી કુહાડીથી હુમલો કરી દીધો હતો.

પ્રાથમિક મળેલ માહિતી મુજબ માથે શરીરે ઇજા થતા આધેડને વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. સલીમભાઇએ જણાવ્યું કે, તેમની ભત્રીજી જે પરણિત હોય તેને મુરાદખાનનો દીકરો ભગાડી ગયો હોય જે બાબતે બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી મનદુ:ખ ચાલતું હતું.

જેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!