કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પલાંસ-વીડી જાંબુડીયા રોડ પરથી ગાંજો પકડાયો

પલાંસ-વીડી જાંબુડીયા રોડ પરથી ગાંજો પકડાયો

રૂ. ૧,૨૨,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર: તાલુકાના પલાંસ વીડી જાંબુડીયા રોડ પર ચરાડવા (તા.હળવદ) નો એક શખ્સ મોટર સાયકલમાં ગાંજાનો જથ્થો લઈ જતા પકડાતા કુલ કિંમત રૂ. ૧,૨૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ જપ્ત કરેલ છે….

જાણવા મળ્યા મુજબ દેવરાજભાઈ મનજીભાઈ ચૌહાણ રહે.ચરાડવા તા.હળવદ વાળો પલાંસ વીડી જાંબુડીયા રોડ પર વીડી જાંબુડીયા રોડના મોરે હિરો સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ રજિ.નં:- GJ-36 AN 1746 માં પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન ૦૧ કિલો અને ૯૫૦ ગ્રામ કિંમત રૂ.૯૭,૫૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી તેમજ મોટર સાયકલ કિંમત રૂ. ૨૫,૦૦૦/- કુલ કિંમત રૂ. ૧,૨૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પોલીસ રેઇડ દરમ્યાન મળી આવતા પકડાઈ જતા ગુન્હો ગુન્હો એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!