બ્રોન્ઝ મેડલ મેળવનાર તેજસ્વી વિધાર્થી વાંકાનેરના નઇમ શેરસીયા
વાંકાનેરના સીનીયર ડૉ. યુ. આર. શેરસીયાના નાના પુત્ર
મુખ્ય મહેમાન ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
વાંકાનેર: 13 એપ્રિલ 2026 ને સોમવારના રોજ ગુજરાત રાજયની પ્રથમ એઇમ્સ – રાજકોટનો પ્રથમ પધ્વીદાન સમારંભ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની હાજરીમાં યોજાઈ ગયો. જેમા રાજકોટ એઇમ્સની પ્રથમ બેચ-2020 ના વિધાર્થી નઇમ ઉસ્માનભાઈ શેરસીયાને MBBS ની ડીગ્રી તથા બ્રોન્ઝ મેડલ રાજકોટ એઇમ્સના પ્રેસિડેન્ટ ર્ડા. જીવન સીધ તીતીયાલના હસ્તે એનાયત કરવામાં આવેલ. વાંકાનેરના ઇતિહાસમાં એઇમ્સ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કરી MBBS ની ડીગ્રી મેળવવાનુ ગૌરવ પ્રાપ્ત કરેલ પ્રથમ વિધાર્થી છે.



નઇમ શેરસીયા વાંકાનેરના સીનીયર ડૉ. યુ. આર. શેરસીયાના નાના પુત્ર છે. નઈમ શેરસીયાએ સમગ્ર ભારત દેશમાં લેવાયેલ નીટ – 2020 ની પરિક્ષામાં 720 માર્કસ માંથી 670 માર્કસ (AIR-1269) મેળવી મોરબી જીલ્લામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થઈ ઐતિહાસિક રેકોર્ડ સજર્યા હતો. નઇમ શેરસીયાએ રાજકોટ એઇમ્સના પ્રથમ પથ્વીદાન સમારંભ માં MBBS ની ડીગ્રી તથા બ્રોન્ઝ મેડલ મેળવી વાંકાનેર તાલુકા, મોમીન સમાજ તથા શેરસીયા પરિવાર નુ ગૌરવ વધારેલ છે…


