કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

પાંચદ્વારકાના વેટરનરી ડોકટરનું બાઈક પણ ઢુવા પીએચસીમાંથી ચોરાયું

વાંકાનેર: તાલુકાના માટેલ અને પાંચદ્વારકા ગામના રહીશોના મોટર સાયકલ અલગ અલગ બનાવમાં ચોરાયાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ માટેલ ગામના જગદીશભાઇ ઉર્ફે ટીનાભાઇ બચુભાઈ સરાવાડીયા (ઉ.વ.૩૨) વાળા ગઈ તા.૨૨/૦૪/૨૦૨૬ ના એટલે કે બે મહિના પહેલા બપોર પછી ત્રણેક વાગ્યે પોતે તથા તેમના પત્નિ મોટર સાયકલ હોન્ડા શાઇન ૧૨૫ સી.સી. રજી, GJ-36-AD-7031 કિંમત રૂ.૫૦,૦૦૦/- વાળુ વાળુ લઇને માટેલ ગામની સીમમાં રેસી સીરામીક પાછળ મેદાનમાં લાકડાના બળતણ વિણવા ગયેલ હતા અને ત્યાં ગ્રાઉન્ડમાં મોટર સાયકલ રાખેલ, બાદ ચારેક વાગ્યે જોતા મોટર સાયકલ જોવામાં આવેલ નહી. પોલીસ ખાતાએ ભારતીય ન્યાય સંહિતા ની કલમ -૩૦૩(૨) મુજબ ફરિયાદ નોંધી છે, બે મહિના પછી નોંધાયેલ ફરિયાદથી અનુમાન છે કે ચોર મળી જશે..
બીજા બનાવમાં પાંચદ્વારકાના વેટરનરી ડોકટર મોહમદમુસરફ ઇબ્રાહીમભાઈ બાદી (ઉ.વ.૨૭) નું હોન્ડા શાઇન એસ.પી. મો.સા. રજી.GJ-36-AG-5096 વાળુ તા.૨૨/૦૬/૨૦૨૬ ના સવારના ઢુવા પી.એચ.સી. સેન્ટરમાં મોટર સાયકલ રાખી સરકારી ગાડી (હરતુ ફરતુ દવાખાનુ) ૧૯૬૨ વાળીમાં બેસી નોકરી ઉપર જતા રહેલ અને સાંજે પાંચ વાગ્યે મોટર સાયકલ કિંમત રૂ. ૪૦,૦૦૦/- વાળું ગ્રે કલરનુ સને-૨૦૨૨ ના મોડેલનુ જોવામાં આવેલ નહી જે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!