પ્રાથમિક શાળાના કુલ 12 ઓરડાઓ સંસ્થાના 100 ટકા અનુદાનથી બંધાશે
સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળાના કુલ 12 ઓરડાઓ સંસ્થાના 100 ટકા અનુદાનથી બાંધી આપવા સહમતિ દર્શાવેલ છે

જે અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી દ્વારા તા.11/06/2026 થી પત્ર લખી સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટને આ બાબતે MOU કરવા જણાવવામાં આવ્યું હતું જેથી ડીડીઓના માર્ગદર્શન અને પ્રેરણા થકી સદર સંસ્થા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,મોરબી દ્વારા 

તા.15/06/2026 ના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળાના કુલ-12 ઓરડાઓ, કોમ્પ્યુટર લેબ તથા સેનિટેશન વગેરે 1 કરોડના ખર્ચે સંસ્થાના 100 ટકા અનુદાનથી બાંધી આપવા MOU કરવામાં આવેલ છે…

