કપાસમાં રૂ. 557 અને મગફળીમાં રૂ. 254 નો વધારો
જાણો તમામ 12 ખરીફ પાકોના નવા ભાવ
ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સુરક્ષા અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2026-27ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર કરવામાં આવ્યા છે. વાવેતરની સીઝન શરૂ થાય તે પહેલાં જ ભાવોની જાહેરાત થવાથી રાજ્યના ધરતીપુત્રો હવે આર્થિક પાસાઓને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કરી શકશે.



ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિવિધ પાકોના ભાવમાં માતબર વધારો જોવા મળ્યો છે:
કપાસ (લંબતારી): રૂ. 557 પ્રતિ ક્વિન્ટલનો વધારો.
તલ: રૂ. 500 પ્રતિ ક્વિન્ટલનો વધારો.
તુવેર: રૂ. 450 પ્રતિ ક્વિન્ટલનો વધારો.
મગફળી: રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો.
વર્ષ 2026-27 માટે જાહેર થયેલા ભાવની વિગત (પ્રતિ ક્વિન્ટલ)
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વિવિધ ખરીફ પાકોના ભાવ નીચે મુજબ છે:
પાકનું નામ ટેકાનો ભાવ (રૂ. પ્રતિ ક્વિન્ટલ)
તલ રૂ. 10,346
મગ રૂ. 8,780
કપાસ (લંબતારી) રૂ. 8,667
તુવેર રૂ. 8,450
અડદ રૂ. 8,200
મગફળી રૂ. 7,517
સોયાબીન રૂ. 5,708
રાગી રૂ. 5,205
જુવાર રૂ. 4,023
બાજરી રૂ. 2,900
ડાંગર રૂ. 2,441
મકાઈ રૂ. 2,410
