વાંકાનેરમાં મોહરમના પવિત્ર અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. આ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા.





શહેરના મેઈન બજાર, મિલપ્લોટ, મિલ કોલોની અને વિશીપરા જેવા વિસ્તારોમાં ભવ્ય અને કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તાજીયાઓ રંગબેરંગી શણગાર, આકર્ષક કારીગરી અને પરંપરાગત કલાના અનોખા સમન્વયથી સજ્જ હતા, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
સાંજના સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ ઝુલુસમાં જોડાયા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા કોંગ્રેસના અગ્રણી શકીલ પીરઝાદા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શહેરમાં મોહરમના પવિત્ર અવસરે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો…

