ડાકલાની રમઝટ સાથે બે દિવસીય કાર્યક્રમ યોજાશે
સામાજિક અને રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું
વાંકાનેર: તાલુકાના જડેશ્વર નજીક આવેલા કોઠારીયા ગામે સમસ્ત ગમારા પરિવાર દ્વારા શ્રી મચ્છુ માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમ તા. 26 અને 27 ના રોજ શ્રી મચ્છુ માતાજી મંદિરે યોજાશે, જેમાં ડાકલાની રમઝટ સાથે વિવિધ માતાજીના ભુવાશ્રીઓ આશીર્વાદ આપવા પધારશે.
આ માંડવામાં સાધુ-સંતો, મહંતો અને ભક્તો ઉપસ્થિત રહેશે. જેમાં શ્રી સોરીયાના ઠાકરના હિન્દુભાઈ ભલાભાઈ ભગત, મોરબીથી શ્રી મચ્છુ માતાજીની જગ્યાના ગાંડુભાઈ બિજલભાઈ ભગત, કેરાળા રાણીમાં રૂડીમાં જગ્યાના મહંત મુકેશભાઈ ભવાનભાઈ ભગત, શોભલા ઠાકરના ગોપાલભાઈ ભગત અને નકલંકધામથી મયાભાગત આશીર્વાદ આપવા પધારશે. ડાકના કલાકાર હરેશભાઈ પનારા ડાકલાની રમઝટ બોલાવશે.
કાર્યક્રમ અંતર્ગત, વૈશાખ સુદ-૧૧, સોમવાર, તા. 27 ના રોજ સવારે સાત કલાકે થાંભલી રોપણ કરવામાં આવશે. માતાજીની શોભાયાત્રા સાંજે પાંચ કલાકે નીકળશે, જ્યારે મહાપ્રસાદનું આયોજન સાંજે 6:30 કલાકે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગમારા કુટુંબના અનેક ભુવાશ્રીઓ ઉપસ્થિત રહેશે. તેમાં શ્રી શક્તિ માતાજીના કરના ભુવાશ્રી સ્વ. રાઘવભાઈ ડાયાભાઈ ગમારા, પીપળીયાના શ્રી શક્તિ માતાજીના ભુવાશ્રી દેવાભાઈ ચકુભાઈ ગમારા, ડુંગરકાના શ્રી મચ્છુ માતાજીના ભુવા દેવશીભાઈ ઝાપડા, કોઠીના શ્રી મચ્છુ માતાજીના ભુવા નાનભાઈ લખમણભાઈ ગમારા, ભાવેશભાઈ લખુભાઈ ગમારા અને મચ્છાભાઈ ચાભાઈ ગમારાનો સમાવેશ થાય છે.
રાજાવડલાથી શ્રી શક્તિ માતાજીના ભુવા હમીરભાઈ સોંડાભાઈ ગમારા, શ્રી મચ્છુ માતાજીના ભુવા સામતભાઈ રત્નાભાઈ ગમારા અને શ્રી મેલડી માતાજીના ભુવાબુટાભાઈ નોંધાભાઈ ગમારા પણ હાજર રહેશે.
ભીમકટાથી શ્રી મચ્છુ માતાજીના ભુવા પડાભાઈ મચ્છાભાઈ ગમારા, વાંકાનેરથી શ્રી ગાત્રાળ માતાજીના ભુવા ભીખાભાઈ ગમારા, લુણસરથી શ્રી મચ્છુ માતાજીના ભુવા રતાભાઈ પોલાભાઈ ગમારા, પલાસથી શ્રી મેલડી માતાજીના ભુવા હીરાભાઈ સગરામભાઈ ગમારા, શ્રી ખોડીયાર માતાજીના ભુવા ગોવિંદભાઈ ધાયલા ગમારા અને ગોવિંદભાઈ કદાભાઈ ગમારા સહિતના ભુવાઓ આશીર્વાદ આપશે.
આ કાર્યક્રમમાં માતાજીના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ધ્રોલ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, વાંકાનેર ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા, ઉદ્યોગપતિ રાજુભાઈ સોમાણી, ભાજપ અગ્રણી હિરેનભાઈ પારેખ, કોઠારીયાના સરપંચ આંબાભાઈ સોમાભાઈ કોબીયા, પૂર્વ સરપંચ કિશોરસિંહ બળવંતસિંહ ઝાલા અને ઉદ્યોગપતિ મુન્નાભાઈ રાજવીરનો સમાવેશ થાય છે…
