મીઠાઈ વેચી ફુલહાર સાથે પ્રસ્થાન
વાંકાનેર: આજ રોજ રાજકોટ વિભાગના વાંકાનેર કેન્દ્ર ખાતે રાજકોટ વિભાગીય નિયામક સાહેબશ્રી, DTO સાહેબશ્રી, DME સાહેબશ્રી દ્વારા અને રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખશ્રી જયુભા ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર સાહેબશ્રી એ. એન. પઢારીયા સાહેબની રજૂઆતથી બપોરે ૧૪:૩૦ ના વાંકાનેર- મોરબી- દાહોદ રૂટમાં નવી બસ ફાળવવામાં આવી હતી.




વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે ફાળવેલ બસને શણગાર સાથે શ્રીફળ વધેરી, એ રૂટમાં ચાલતા ડ્રાઈવરશ્રી આશિષભાઈ વાજા અને કંડકટ શ્રી અશોકભાઈ થુલેટીયા દ્વારા કંડક્ટર બેનશ્રીના દીકરીના હસ્તે કંકુ – ચાંદલા, મુસાફરોને મીઠાઈ વેચી ફુલહારના શણગાર સાથે વિધિવત ડેપો મેનેજરશ્રીની હાજરીમાં તેમજ બહોળી સંખ્યામાં હાજર રહેલ કર્મચારીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
જેમાં રાજકોટ કર્મચારી મંડળ પ્રમુખશ્રી જયુભા ડી. જાડેજાએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવેલ અને વાંકાનેર ડેપો મેનેજર શ્રી એ. એન. પઢારીયા, TI શ્રી રહીમભાઈ પરમાર, કર્મચારી મંડળ ૯૬/૩ ક પ્રતિનિધિ શ્રી જયદેવસિંહ ઝાલા (મુનાભાઈ ), એસ.ટી. કર્મચારી મંડળ પ્રતિનિધિશ્રી સૂર્યાબેન કટારા, શ્રી પ્રવીણભાઈ ભુસાડીયા, સ્ટોર ક્લાર્કશ્રી હિતેશભાઈ પરમાર, વર્કશોપ ઇન્ચાર્જ શ્રી અભિષેકભાઈ ઠક્કર, એસ. ટી. કર્મચારી મંડળ પ્રતિનિધિશ્રી સહદેવસિંહ ઝાલા, TC શ્રી અનિલભાઈ પટેલ, TC શ્રી યોગેશભાઈ જેઠવા, વર્કશોપશ્રી વિજયભાઈ ચાવડા, વર્કશોપશ્રી જીતુભા જાડેજા, શ્રી નિઝામભાઈ કડીવાર, શ્રી શિવરાજસિંહ જાડેજા, શ્રી જયરાજસિંહ ઝાલા, શ્રી ગૌતમભાઈ વાઘેલા, શ્રી દિલીપભાઈ ધોળકિયા, શ્રી અરવિંદભાઈ કારેલીયા અને શ્રી અનિલભાઈ તેમજ ખુબજ બહોળી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહી પ્રસ્થાન કરાવી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી….



