ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે
PGVCL ના નાયબ ઇજનેર (ગ્રામ્ય પેટા વિભાગ-૧) નેશનલ હાઈવે, જુની પટેલ સમાજ વાડી, વાંકાનેર દ્વારા અપીલ કરાઈ છે કે વાંકાનેર ગ્રામ્ય પેટા વિભાગ-૧ હેઠળ આવતા તમામ ગ્રાહકોને વિનંતી કે તાજેતરમાં ધ્યાનમાં આવેલ છે કે પી.જી.વી.સી.એલ ની કામગીરી માટે પી.જી.વી.સી.એલ ની માલીકીના પોલ (થાંભલા) અલગ અલગ લોકેશન પર નાખવામાં આવે છે, જે 




પોલનો ગેરઉપયોગ કરી સાજા થાંભલા ભાંગીને પોતાના પર્સનલ ઉપયોગ જેવા કે એક ઢારીયા, ફેન્સિંગમાં કે અન્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, જે ખુબ ગંભીર બાબત છે,
આમ આવા લોકો પી.જી.વી.સી.એલ કંપનીની માલીકીની વસ્તુને નુકશાન પહોંચાડેલ છે તો આવા લોકો પર પી.જી.વી.સી.એલ.ની માલીકીની વસ્તુને નુકશાન પહોંચાડેલ અને વિજ પોલ ચોરી કરેલનો ગુનો દાખલ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં પી.જી.વી.સી.એલ ના પોલ કોઇએ ઉપયોગ કરવો નહી….

