મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ
વાંકાનેર: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં યોજાયેલ મતદાન બાદ આવતીકાલે તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કે.બી. ઝવેરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.


જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરી માટે નીચે મુજબના સ્થળો નિયત કરવામાં આવ્યા છે:
વાંકાનેર નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયત: શ્રી અમરસિંહજી હાઈસ્કુલ, વાંકાનેર.
ટંકારા નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયત: આઈ.ટી.આઈ. ટંકારા, મોરબી-રાજકોટ હાઈવે.


આ જાહેરનામા અનુસાર મતગણતરી કેન્દ્રો પર
૧. અધિકૃત પ્રવેશ પાસ વગર કોઈ પણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં.
૨. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં પૂર્વ પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું, સભા ભરવી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે.
૩. ઉમેદવારો, ચૂંટણી એજન્ટો કે અન્ય કોઈ પણ વ્યક્તિ મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે અન્ય સંદેશાવ્યવહારના સાધનો લઈ જઈ શકશે નહીં.
૪. વાહન પાર્કિંગ માત્ર નક્કી કરેલા સ્થળે જ કરવાનું રહેશે.
આ હુકમમાંથી ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે…
