કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

હવે બેરલ કે વાહનમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે

હવે બેરલ કે વાહનમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે

ખેડૂતોની ચિંતામાં વધારો

200-200 લિટર ડીઝલ લેવા માટે પંપ સુધી ધક્કા ખાવા પડશે
200 લીટર મળે છે ખરું?

રાજ્યના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને સીધી અસર કરતો એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ડીઝલના વપરાશ અને સંગ્રહને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, હવેથી ખેડૂતો માટે ડીઝલ ખરીદીની એક ચોક્કસ મર્યાદાનક્કી કરી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે ખેતીકામ માટે મોટાપાયે ડીઝલનો ઉપયોગ કરતા ખેડૂતોમાં ભારે ચર્ચા જાગી છે.

ખેડૂતો માટે કેમ નક્કી કરાઈ ડીઝલની મર્યાદા?
પુરવઠા વિભાગના સત્તાવાર આદેશ અનુસાર, હવેથી કોઈ પણ ખેડૂત પોતાના વાહન, ટ્રેક્ટર કે સંગ્રહ કરવા માટેના બેરલમાં એકસાથે 200 લિટરથી વધુ ડીઝલ મેળવી શકશે નહીં. સામાન્ય રીતે ખેતીની સીઝન દરમિયાન ખેડૂતો પંપસેટ (કૂવામાંથી પાણી ખેંચવાના એન્જિન) અને ટ્રેક્ટર અથવા હાર્વેસ્ટર જેવા મોટા સાધનો ચલાવવા માટે પેટ્રોલ પંપ પરથી બેરલ ભરીને ડીઝલ લાવતા હોય છે. પરંતુ સુરક્ષાના કારણો અને ડીઝલના કાળાબજાર અથવા બિનઅધિકૃત સંગ્રહખોરી રોકવાના આશયથી સરકારે આ મર્યાદા 200 લિટર સુધી સીમિત કરી દીધી છે.
ટ્રેક્ટર અને પંપસેટ ધારકોને સીધી અસરઆ નવો નિયમ માત્ર ખુલ્લા બેરલ માટે જ નહીં, પરંતુ ખેતીના મુખ્ય સાધન એવા ટ્રેક્ટર અને સિંચાઈ માટે વપરાતા પંપસેટ માટે પણ લાગુ પડશે.
નિયમ જાણી લો
કોઈપણ ખેડૂતને એક ખરીદી પર વધુમાં વધુ 200 લિટર જ ડીઝલ અપાશે.
ટ્રેક્ટરની ટાંકી કે સાથે લાવેલા કેન/બેરલ તમામની સંયુક્ત ક્ષમતા આ મર્યાદામાં ગણવામાં આવશે.
પેટ્રોલ પંપ સંચાલકોને પણ આ નિયમનું ચુસ્તપણે પાલન કરવા સૂચના અપાઈ છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
સરકારના આ નિર્ણયથી ખાસ કરીને મોટા ખેડૂતો અને જેમની જમીન પેટ્રોલ પંપથી દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. ખેતીની મોસમમાં જ્યારે દિવસ-રાત ટ્રેક્ટર અને પંપસેટ ચલાવવાના હોય, ત્યારે વારંવાર 200-200 લિટર ડીઝલ લેવા માટે પંપ સુધી ધક્કા ખાવા પડશે, જેનાથી તેમનો સમય અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બંને વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!