કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

પંચાસિયાના યુવાન પર સગીરાના અપહરણનો આક્ષેપ

ઢુવા ગામે યુવાન પર છરી વડે હુમલો

વાંકાનેર: મોરબીના સામાકાંઠે આવેલા ધરમપુર ગામે રહેતા પરીવારની સગીરવયની દિકરીને લગ્નની લાલચ આપીને તેણીનું અપહરણ કરી જવામાં આવી હોવાનો બનાવ સામે આવેલ છે, જેમાં આરોપી તરીકે પંચાસિયાના યુવાનનું નામ અપાયું છે, બીજા બનાવમાં ઢુવા ગામે યુવાન પર છરી વડે હુમલાનો બનાવ બનેલ છે….

મળેલ માહિતી મુજબ ધરમપુર ગામે રહેતા પરીવારની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ દિકરીના પિતા દ્વારા હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે અલ્પેશ મેરૂભાઈ દેકાવાડીયા રહે. પંચાસીયા તા.વાંકાનેર સામે ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. તાલુકા પીઆઈ ઘેટીયા દ્વારા અપહરણ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ઢુવા ગામે યુવાન પર છરી વડે હુમલો
વાંકાનેર હાઈવે ઉપર ઢુવા ગામ પાસે આવેલ દેવાંગી હોટલ નજીક વિક્રમભાઈ ગામાભાઈ જાંબુકીયા (ઉ.45) રહે. મોરબી ઉપર કોઈના દ્વારા છરી વડે હુમલો કરવામાં આવતા તેને મોરબીની સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!