વેરા પહોંચ પર કોઇ કનેકશન આપવામાં આવશે નહી
રાવડા હક્કના માલીકીની જ્ગ્યાના આધાર પુરાવા અરજી સાથે રજુ કરવા
બીન ખેતી જમીનમાં અરજી સમયે ગામના નમુના નં-૨ તથા જગ્યાનો કરેલ દસ્તાવજ અરજી સાથે જોડવો
વાડાની જગ્યામાં માલીકી દર્શાવતા તમામ આધાર પુરાવા અરજી સાથે અને તલાટી મંત્રીનો દાખલો રજુ કરવો
આથી વાંકાનેર ગ્રામ્ય પેટા વિભાગ-૧ હેઠળ આવતા તમામ ગ્રાહકોને વિનંતી જમીન માલીકીના આધાર પુરાવા વગર એટલે કે માત્ર વેરા પહોંચ કે અરજદારની માલીકીની જગ્યા દર્શાવતા આધાર પુરાવા વગર સીધી ઓનલાઇન અરજી કરવી નહી કારણ કે જે કોઇ પણ અરજી જગ્યાની માલીકી વગરની હશે તો તે અરજી રદ કરવા પાત્ર થશે. ગામના વેરા પહોંચ પર કોઇ કનેકશન આપવામાં આવશે નહી, વેરા પહોંચમાં ચોખ્ખુ લખેલ હોય છે કે વેરા પહોંચ માલીકીનો હકક દર્શાવતી નથી. જેથી આપની અરજી રદ થયે ફરીથી તે અરજી પર કાર્યવાહી કરવામાં આવશે નહી અને અરજદારે રૂપીયા પરત લેવા માટેની અરજી કરવાની રહેશે…

(૧) જો રાવડાવારી જગ્યા હોય તો તે રાવડા હક્કના માલીકીની જ્ગ્યાના આધાર પુરાવા અરજી સાથે રજુ કરવાના રહેશે તથા તલાટી મંત્રીનો દાખલો રજુ કરવાનો રહેશે.
(૨) જ્ગ્યાની માલીકીના આધાર પુરાવા હોય અને એક ઓશરીએ બે ભાઇઓ કે તેથી વધારે રહેતા હોય તો તેમને બીજુ વિજજોડાણ આપવામાં આવશે નહી, જેથી જો ભાઇઓ અલગ થઇ ગયેલ હોય તો બંન્ને વચ્ચે દિવાલ કરી પ્રીમાઇસીસ અલગ હોવી ફરજીયાત છે જો બંન્ને વચ્ચે દિવાલ કે મકાન અલગ નહી હોય તો તે જગ્યામાં બીજુ વિજ જોડાણ આપી શકાશે નહી એટલા માટે તેવી અરજીઓ કરી આપના સમય અને રૂપીયાનો બગાડ કરશો નહી.


(૩) બીન ખેતી કરેલ હોય અને દસ્તાવેજ વાળી જગ્યા હોય તો અરજી સમયે ગામના નમુના નં-૨ તથા જગ્યાનો કરેલ દસ્તાવજ અરજી સાથે જોડવા, કારણ કે સર્વે સમયે જગ્યાની ચતુર્થદીશાની ખાતરી થઇ શકે.
(૪) વાડાની જો જગ્યા હોય તો વાડાની અરજદારની માલીકી દર્શાવતા તમામ આધાર પુરાવા અરજી સાથે રજુ કરવા અને તલાટી મંત્રીનો દાખલો રજુ કરવો કે અરજદારનું મકાન વાડા ના સર્વે નં.- માં આવેલ છે જો વાડાની માલીકી બાપદાદા વખતની જુની હોય તો વારસાઈ એંટ્રી પાડીને અરજદારના નામના આધાર પુરાવા હોય તો જ અરજી કરવી.
ઉપરોક્ત મુદાઓ ને ધ્યાનમાં લઇને ઓનલાઇન અરજી કરવી અન્યથા આપની અરજી રદ થયે પી.જી.વી.સી.એલ ની કોઇ જવાબદારી રહેશે નહી.
તમામ અરજદારોને વિનંતી કે અરજી કર્યા બાદ ઓનલાઇન કોટેશન ભરપાઇ કર્યા પહેલા ઓફીસનો સંપર્ક કરી માંગણી કરેલ જ્ગ્યાના દસ્તાવેજો બતાવીને ભાવપત્રક ભરપાઇ કરવું…

