કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કુવાડવામાં SMCના દરોડા બાદ PI વસાવા સસ્પેન્ડ

કુવાડવામાં SMCના દરોડા બાદ PI વસાવા સસ્પેન્ડ

એક કરોડના દારૂ કેસમાં કાર્યવાહી

કુવાડવા પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ પણ ભારે ચિંતામાં
વાંકાનેરમાં પણ વઘાસીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલ ટ્રક પકડાયો હતો

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને પોલીસ તંત્રમાં નિષ્પક્ષતા જાળવવા માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મોટું અને કડક કદમ ઉઠાવવામાં આવ્યું છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીના ગણતરીના દિવસોમાં જ સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા પી.આઈ.ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીના પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા RK9 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ચોક્કસ બાતમીના આધારે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસ લોકલ નેટવર્કને ઊંઘતું રાખીને અંદાજે રૂપિયા 70.38 લાખની કિંમતનો 217 પેટી વિદેશી દારૂનો જથ્થો અને એક ટ્રક સહિત કુલ રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર રેડ દરમિયાન સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેની સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બીજું કોઈ નહીં પણ જંગલેશ્વર વિસ્તારનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી હતો.
આ ઉપરાંત ઘટનાસ્થળેથી મળી આવેલી ક્રેટા કારના માલિક સુલતાન સંધી, ટ્રક ચાલક, બોલેરો ચાલક અને દારૂનો જથ્થો મોકલનાર સહિત અન્ય ફરાર 6 શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા આટલા મોટા ગેરકાયદેસર કારોબાર અને કથિત બેદરકારીને ગંભીરતાથી લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી. આર. વસાવાને તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે, જેના કારણે હવે કુવાડવા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ સહિતના અન્ય કર્મચારીઓ પણ ભારે ચિંતામાં મુકાઈ ગયા છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!