જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ભૂતકોટડા ગામની સીમમાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
વાંકાનેર: જાહેરમાં છરી લઈને ફરતા ચાર વ્યક્તિઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધાયો છે.


પોલીસ ટીમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગમાં હતી, ત્યારે તપાસ દરમિયાન પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ કરણભાઈ સનમુગમ નાયકર (રહે. વાંકાનેર) (2) અજય દેવકરણભાઇ સોલંકી રહે. કોટડા નાયાણી (3) શક્તિ જયંતીભાઈ સોલંકી રહે. કોટડા નાયાણી અને 

(4) સમસુદીન હુસેનભાઇ દલપોત્રા રહે. વાલાસણ વાળા હોવાનું જણાવ્યું હતું. તેઓ પાસેથી એક છરી મળી આવી હતી. જાહેરનામાનો ભંગ કરતાં આરોપીને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
ભૂતકોટડા ગામની સીમમાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની સીમમાં ભુરાભાઈ ભરવાડની વાડીની ઓરડીની બાજુમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની મોટી 13 બોટલ મળી આવતા પોલીસે 3900 ની કિંમતનો દારૂ તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 8,900 ની કિંમતના મુદ્દામાલ સાથે રેલસિંગ ઉર્ફે મુકેશભાઈ સેકુભાઈ સિંગાડ (38) રહે. હાલ ભૂતકોટડા તાલુકો ટંકારા મૂળ રહે, એમપી વાળાની ધરપકડ કરી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

