કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પ્રમુખ ભાવનાબેન સરવૈયા/ ઉપપ્રમુખ ઈરફાનભાઈ ચૌધરી

પ્રમુખ ભાવનાબેન સરવૈયા/ ઉપપ્રમુખ ઈરફાનભાઈ ચૌધરી

કોંગ્રેસના ઉમેદવાર

આવતી કાલે ચૂંટણી

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસ તરફથી પ્રમુખની ઉમેદવારી (ધારણા મુજબ) કોઠી સીટ પરથી ચૂંટાયેલા શેખરડીના ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા અને ઉપપ્રમુખની ઉમેદવારી પંચાસીયા બેઠક પરથી ચૂંટાયેલા ઈરફાનભાઈ હુસેનભાઇ ચૌધરીએ ફોર્મ ભરેલ છે

સામા પક્ષે ભાજપમાંથી પ્રમુખ તરીકે ખખાણા સીટ પરથી ચૂંટાયેલા દીપકભાઈ જીણાભાઇ ગોધાણી અને ઉપપ્રમુખ તરીકે નવા ઢુવાના પુજાબા ઇંદ્રજીતસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવી છે. હવે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી 25 મે (આવતી કાલે) સોમવારના રોજ બપોરે 12 વાગ્યે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!