પોતીકા ઘરનું સમણું સાકાર થશે?
વાંકાનેર: તાલુકાના ભલગામના 10 થી વધુ અરજદારોએ 100 ચો.વાર પ્લોટો ફાળવવા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુઆત કરી હતી…




આ અગાઉ પણ આ અંગે ગ્રામજનોએ રજુઆત કરી છે, લાંબા સમયથી ભલગામમાં 100 ચો.વાર પ્લોટોની ફાળવણી નહીં થતા ગ્રામ્યજનો ઘર વિહોણા છે, એમનું પોતીકા ઘરનું સમણું પૂરું થાય એ આશાએ સરકારશ્રીના નિયમ મુજબ 100 ચો.વારના પ્લોટો ફાળવવાની એમની રજુઆત ધ્યાનમાં લેવાય તેવી એમની લાગણી છે,
વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી માયાબેન જાની અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પરાસરાએ યોગ્ય કરવાની ખાતરી આપી છે…

