ગોલા ખાવા ગયેલ યુવાનને ગાલ ઉપર જાપટ મારેલી
વાંકાનેર: આરોગ્યનગ૨માં સામુ જોવા બાબતે બોલાચાલીનો ખાર રાખી યુવાનને ગાલ પર ધોલ મારી ઢીકાપાટુનો માર મારી મુંઢમાર મારી ગાળો બોલી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપવાનો આરોપી સામે ગુન્હો નોંધાયો છે….


મળેલ માહિતી મુજબ વાંકાનેર આરોગ્યનગ૨ જોષી હોસ્પીટલ વાળી શેરીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીગ કરતા લાલજીભાઈ બાબુભાઈ સારદીયા (ઉવ.૪૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે આજથી દસ બાર દિવસ પહેલા આરોગ્યનગર બસ સ્ટેશન પાસે મારા મોટો દિકરો મેરુભાઇને રફીક ભાઈ ઉમરભાઈ સદવાણી રહે,વાંકાનેરવાળા સાથે સામુ જોવા બાબતે બોલાચાલી ઝગડો થયેલ હતો જે બાબતે સમાધાનની વાત ચાલુ હતી, ગઇ તા.૦૩/૦૫/૨૦૨૬ ના રાત્રીના નવેક વાગ્યે મારો દિકરો જતીન ગોલા ખાવા માટે બસ સ્ટેશને ગયેલ, તે બસ સ્ટેશનના નાના ગેટ પાસે બેઠો હતો તે દરમ્યાન ત્યાં રફીકભાઈ ઉમરભાઈ સદવાણી સ્કુટર લઈને આવી સચીનભાઈ કોળી સાથે મારા મોટા દિકરા મેરુભાઇ સાથે થયેલ બોલાચાલી બાબતે વાતચીત કરતા કરતા મારા દિકરા જતીનને ભુંડાબોલી ગાળો આપતા બંને વચ્ચે બોલાચાલી ઝગડો થતા આ રફીકભાઈએ મારા દિકરા જતીન સાથે જપાજપી કરી ડાબા ગાલ ઉપર જાપટ મારેલ અને ઢીકાપાટુનો માર મારેલ અને જતીનના ટાંટીયા ભાંગી નાખીશ તેમ ધમકી આપેલ તે વખતે મારા મોટા બાપુનો દિકરો દિપકભાઈ ગીરધરભાઇ સારદીયા ત્યાંથી નિકળતા રફીકભાઇ તથા મારા દિકરા જતીન જપાજપી કરતા હોય તેમને જુદા પાડી મારા દિકરા જતીનને લઈને અમારા ઘરે આવેલ અને મને આ બનાવ બાબતે વાત કરેલ હતી પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ ૧૧૫(૨) ૩૫૧(૨) ૩૫૨ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

