કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલ રોડ પર ભંગારના ધંધાર્થી ઉપર હુમલો

માટેલ રોડ પર ભંગારના ધંધાર્થી ઉપર હુમલો

કાકાજી સહિત ત્રણ જણા દારૂના નશામાં તૂટી પડયા

વાંકાનેરથી ઉપડેલી રિક્ષામાંથી ખોરાણા નજીક 1.33 લાખનો દારૂ મળ્યો

વાંકાનેર: માટેલ રોડ પર ભંગારના ધંધાર્થી સાથે બે કાકાજી સસરા સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરમાં માટેલ રોડ પર રહેતાં સંજયભાઈ નયનભાઈ મંડરીયા નામનો 30 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે દિલાભાઈ, કરશનભાઈ અને સંજયભાઈ નામના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર મારી પથ્થરમારો કર્યો હતો. જે હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સો ઈજાગ્રસ્ત યુવકને કાકાજી સસરા અને સાળો થાય છે અને ઈજાગ્રસ્ત યુવાન ભંગારનો ધંધો કરે છે. હુમલાખોર શખ્સોએ દારૂના નશામાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.,,

વાંકાનેરથી ઉપડેલી રિક્ષામાંથી ખોરાણા નજીક 1.33 લાખનો દારૂ મળ્યો
રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ.એન. પરમારની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, રિક્ષામાં અરબાઝ શેખ નામનું શખસ દારૂની હેરાફેરી કરી રહ્યો છે અને વાંકાનેરથી રાજકોટ ખોરાણા હડમતિયા બેડીવાળા રોડ પરથી આવે છે જેથી પોલીસની ટીમ ખોરાણા ગામ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ રીક્ષા આવતી દૂરથી દેખાઇ હતી પરંતુ પોલીસને જોઈ રિક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસે રીક્ષામાં તપાસ કરતા અંદરથી રૂૂપિયા 1.33 લાખની કિંમતનો 420 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને રીક્ષા સહિત કુલ રૂૂપિયા 1,93,200 નો મુદ્દામાલ કબજે કરી રીક્ષાચાલક અરબાઝ શેખને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!