કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર શહેરના વોર્ડ નંબર-6 માં સેજપાલ પરિવારનો દબદબો

વાંકાનેર શહેરના વોર્ડ નંબર-6 માં સેજપાલ પરિવારનો દબદબો

જનહિતની કામગીરીથી વિરોધી પ્રવાહમાં પણ જંગી બહુમતીથી વિજય કરવા બદલ તમામ મતદારોનો આભાર….

જાહેર આભાર

છઠ્ઠી વાર ચૂંટાયા

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ વોર્ડ નંબર 6 માં બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવારોએ ભવ્ય વિજય પતાકા લહેરાવી દીધા છે. આ ઐતિહાસિક જીત સાથે જ વાંકાનેરના રાજકારણમાં સેજપાલ પરિવારનો દબદબો અને લોકચાહના યથાવત રહ્યા હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. જંગી બહુમતીથી વિજેતા બનેલા બસપાના ઉમેદવારો અને તેમના ટેકેદારોએ વોર્ડની જનતા જનાર્દનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…
આ ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયશ્રીબેન સેજપાલની ઐતિહાસિક જીત છે. વાંકાનેરના સ્થાનિક રાજકારણમાં હવે એ વાત પ્રચલિત બની ગઈ છે કે, ” વોર્ડ નંબર 6 માં પક્ષ કોઈ પણ હોય, કાઉન્સિલર તો સેજપાલ પરિવારમાંથી જ હશે ! મતદારો સાથેનો તેમનો સીધો સંપર્ક, અમિતભાઈની 108 માફકની કામગીરી અને અતૂટ વિશ્વાસ જ તેમની સાચી તાકાત છે, જે તેમના અત્યાર સુધીના રાજકીય ટ્રેક રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે…
લોહાણા સમાજના અગ્રણી જયશ્રીબેન સેજપાલે અગાઉ અલગ-અલગ પક્ષો અને વિચારધારાઓ સાથે ચૂંટણી લડીને સતત પ્રજાનો વિશ્વાસ જીત્યો છે, જેમાં 2000 અપક્ષ, 2005 ભાજપા, 2010 ભાજપા, 2015 થી 2020 થી ભાજપા અને 2025 માં આપમાં નજીવી હાર ત્યાર બાદ ભાજપા ના એક ઉમેદવાર કરતાં ઓછા ને એક ઉમેદવાર કરતાં વધુ મત હોવાથી 8 મહિના નો વનવાસ પૂર્ણ થયો છે. એક જ ઉમેદવાર દ્વારા અલગ-અલગ પક્ષોમાંથી અને અપક્ષ તરીકે સતત ચૂંટાઈ આવવું એ વાંકાનેરના રાજકીય ઇતિહાસમાં એક અનોખી ઘટના છે…
પરિણામો જાહેર થતાં જ વોર્ડ નં. ૬ માં વિજયોત્સવનો માહોલ છવાઈ ગયો હતો. અમિત સેજપાલ અને અન્ય કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને લોકોએ આપેલા અમૂલ્ય મત અને અતૂટ સહકાર બદલ આભાર માન્યો હતો. વિજેતા ઉમેદવારોએ ખાતરી આપી છે કે જનતાએ જે વિશ્વાસ તેમના પર મૂક્યો છે, તે જાળવી રાખીને તેઓ વોર્ડના વિકાસના કામોને અવિરતપણે આગળ ધપાવશે…

અમિત સેજપાલ (108)

Content Copying Forbidden !!

error: Content is protected !!