પી.આઈ.વી.આર. વસાવા અને પીએસઆઈ એ.એ. બ્લોચની ટીમની કામગીરી
રાજકોટ: શહેરના પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા (ઝોન-૧) અને મદદનીશ પોલીસ કમિશનર વી.બી. જાડેજા (ઉત્તર વિભાગ) દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદીઓ નાબૂદ કરવા આપેલી સૂચના અનુસાર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા અને કુશલભાઇ જોષીને મળેલી સંયુક્ત હકીકતને આધારે સણોસરા ગામે સુથાર શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.


કુવાડવા રોડ પોલીસ દ્વારા સણોસરા ગામેથી જુગાર રમતા જે સાત ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં રસુલ હાજીભાઇ કોંઢીયા (ઉ.વ.૪૭, ધંધો-ખેતી, રહે. સણોસરા ગામ, સુથાર શેરી), સંજય મોહનભાઇ પરમાર (ઉ.વ.૩૩, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, શંકરના મંદિરની સામે) પવન હસુમુખભાઇ બુધ્ધદેવ (ઉ.વ.ર૭, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, પેટ્રોલપંપની બાજુમાં), કાનજી કેશાભાઇ સાગઠીયા (ઉ.વ.૫૦, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, પેટ્રોલપંપની બાજુમાં), મુકેશ મોહનભાઇ માલકીયા (ઉ.વ.૪૦, ધંધો-રીક્ષા ડ્રાઇવિગ રહે. સણોસરા ગામ, શંકરના મંદીરની બાજુમાં) અકીલ મેહબુબભાઇ કોંઢીયા (ઉ.વ.૩૩, ધંધો-રીક્ષા ડ્રાઈવિગ, રહે. સણોસરા ગામ, પ્લોટ વિસ્તાર) અને સંજય વીનુભાઇ થોરીયા (ઉ.વ.૩૨, ધંધો-ખેતી, રહે. સણોસરા ગામ, મસ્જીદની પાસે)નો સમાવેશ થાય છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી.આર. વસાવા, પીએસઆઈ એ.એ. બ્લોચ, એએસઆઈ કે.વી. જાડેજા હેડ કોન્સ્ટેબલ એમ.કે. રબારી તેમજ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષી, જયપાલભાઇ બરાળીયા, મેહુલસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પિન્ટુભાઇ હિરપરા અને અરવિદસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

