શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
દરરોજ મોટી સંખ્યામાં ભાવીકો લઇ રહ્યા છે કથાશ્રવણનો અને મહાપ્રસાદનો લાભ
દિકરીબાઓના સામૈયા અને રાસોત્સવનું પણ આયોજન થયું



વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણી ગામે રામદેવજી મંદિર સામે શ્રી સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શ્રીમદ્દ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પર લાખણશીભાઇ ગઢવી બીરાજી કથામૃતનું પાન કરાવી રહ્યા છે. તેઓ શ્રી મેઘાણી એવોર્ડ અને કવિશ્રી કાગ એવોર્ડથી સન્માનીત છે. આ કથાની ૭મી તારીખે પુર્ણાહુતિ થશે. સવારે સાડા આઠથી બપોરના એક સુધી કથાશ્રવણ બાદ ભાવીકો માટે દરરોજ બપોરે તેમજ સાંજે પણ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ કથામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. તેમજ દિકરીબાઓના સામૈયા, રાસોત્સવનો પ્રસંગ યોજાયો હતો. આજના દિવસે દેવી પ્રાગટય ઉત્સવ ઉજવાયો હતો…

