કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

SMP હાઈસ્કૂલ સિંધાવદરની વિદ્યાર્થિનીની નેશનલ ટીમમાં પસંદગી

નેશનલ લેવલે બેઝબોલ રમતમાં પસંદગી થતા હર્ષોઉલ્લાસ

વાંકાનેર: દિલ્હી મુકામે 16 એપ્રિલ થી 22 એપ્રિલ દરમિયાન 69 મી રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવનું આયોજન થયેલ છે, જેનું આયોજન સ્કૂલ ગેમ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે.

એસ એમ પી હાઈસ્કૂલ સિંધાવદરની વિધાર્થિની અને કલાવડી ગામની સામાન્ય પરિવારની દીકરી ચાવડા દિવ્યા ભરતભાઈની બેઝબોલ રમત માટે નેશનલ ટીમમાં પસંદગી થતા પોતાના ગામ કલાવડી અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખ શકીલએહમદ પીરઝાદા સાહેબ, સમગ્ર સંચાલક મંડળ અને આચાર્ય એ. એ.બાદી સાહેબે અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!