તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ




વાંકાનેર: શહેરના તાલુકા સેવાસદનથી વિવેકાનંદ સોસાયટી સુધીના માર્ગ પર સ્ટ્રીટ લાઈટ તો લગાવી દેવામાં આવી છે, પરંતુ લાંબા સમયથી તે ચાલુ કરવામાં આવી નથી. રોડ બન્યા પહેલા જ લાઈટ લગાવવામાં આવી હોવા છતાં આજે સુધી માત્ર દેખાવ પૂરતી જ રહેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી ફેલાઈ છે. જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. હવે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક અસરથી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે. રોડ પર લોકોને બેસવા બેંચો પણ ગોઠવાઈ છે, પરંતુ અંધારાને કારણે કોઈ મહિલા બેસવાનું સાહસ ન ઉઠાવે તે સ્વાભાવિક છે…
આ રોડ પર ઘણી અવરજવર રહેતી હોય છે, સામેથી રાત્રીના આવતા વાહનોની લાઇટમાં જો સ્ટ્રીટ લાઈટ ચાલુ હોય તો રોડની બાઉન્ડરી સહેલાઈથી આંકી શકાય, અહીં સતત ઝળુંબતાં અકસ્માતના ભયને ટાળવા આ સ્ટ્રીટ લાઈટ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી લોકલાગણી છે….

