કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પુત્રના પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર માર્યો

પુત્રના પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર માર્યો

જેતપરડા રોડ પરની સિરામીક પાસેનો બનાવ

વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ પર આવેલ સ્નોપ સિરામીક પાસે રહેતાં જ્યોત્સનાબેન ભીખાભાઇ ચાવડા પર પાડોશી મનિષાબેન, તેના પતિ રાહુલભાઇ અને તેની સાથેના કોન્ટ્રાક્ટરના માણસ રોહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને કરી છે. જ્યોત્સનાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. તેણીએ જણાવ્યું હતું કે મારા નાના દિકરા વિશે પાડોશી મહિલા ખોટી વાતો કરી ખોટા આક્ષેપો કરતી હોઇ તેને આવુ નહિ બોલવા સમજાવતાં બોલાચાલી થઇ હતી.

આ કારણે અમારે મનદુઃખ હતું. દરમિયાન ગત સાંજે મનિષાબેન સહિતના લોકો અંદરો અંદર ઝઘડતા હોઇ પોતે ત્યાં સમજાવવા જતાં પોતાના પર ધોકાથી હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જયોત્સનાબેનના પુત્રને હુમલાખોર શખ્સોની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ જયોત્સનાબેન સાથે ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!