વાંકાનેરના વેપારીને પણ હનીટ્રેપમાં ફસાવ્યાની કબૂલાત આપી
સરતાનપર ચોકડી પાસે સામસામે મારામારી
રાજકોટ: જેતપુરમાં છ મહિના પહેલા નોંધાયેલી એક હનીટ્રેપની ફરિયાદમાં ભાગતા ફરતા આરોપીમાંથી બે આરોપીને જેતપુર સીટી પોલીસે હ્યુમન તથા ટેકનીકલ સોર્સના આધારે ઝડપી લીધા હતાં.

બંને આરોપીઓ જેતપુર ઉપરાંત રાજકોટ, મોરબી તેમજ વાંકાનેરના વેપારીઓને પણ હનીટ્રેપમાં ફસાવ્યાની કબૂલાત આપી હતી. જો કે આ ગેંગના સાગરિત એવા મહિલા સહિત બે આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સીટી પોલીસ સ્ટેશનમાં છ મહિના પૂર્વે એક વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યાની વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ આ ગુનાની તપાસ કરી રહી હતી.

જેમાં ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સની મદદ લઇ પોલીસે આશીષ જયસુખભાઇ વેકરીયા, રહે. ગેટ નં.02, હરીપરા, તા.ધારી, જી. અમરેલી અને રોહીત વીરજીભાઇ રાઠોડ રહે. શેરી નંબર 02 દેસળ ભગતના મંદીર પાછળ, ધરમનગર, ઓમનગર પાછળ, મવડી પ્લોટ, રાજકોટની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં પ્રિયંકા ઉર્ફે પીયે હંસરાજભાઇ ગીનોયા રહે. ખરેડી તા.કલાવડ જી.જમનગર અને નીલેશ કનુભાઇ ચૌહાણ રહે. ગામ-કાથરોટા, તા.ધારી, જી. અમરેલી હજુ પકડવાના બાકી છે.

સરતાનપર ચોકડી પાસે સામસામે મારામારી
વાંકાનેર: સરતાનપર ચોકડી પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ઢીલાભાઈ ઉમરભાઈ ચાડમિયા (ઉ.૩૦) અને સામેના પક્ષેથી સંજ્ય લેવીજભાઇ મંડુરીયા (ઉ.૩૦) રહે.ટીટા ચોકડી સરતાનપર ને ઇજા થયેલી હોય તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યા હતા…
