કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલમાં ઝઘડામાં વચ્ચે પડેલા પર હુમલો

માટેલમાં ઝઘડામાં વચ્ચે પડેલા પર હુમલો

ધોકા અને ધારીયા માર્યા

ભરત છત ભરવાનું કામ કરે છે

વાંકાનેર: તાલુકાના માટેલમાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત ભરતને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો,

આ અંગે મળતી માહિતી મુજબ, ભરત અમરશીભાઈ બારીયા (ઉંમર વર્ષ 27) તા: 22 ના રાત્રે 10:00 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘર પાસે હતો, ત્યારે સામેવાળા નાનજી સતુ અને તેના ભાઈ ચકા સતુએ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને ધારીયા અને ધોકા વડે માર મારતા માથે અને શરીરે ઇજા થતાં વાંકાનેર હોસ્પિટલ બાદ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયેલ.

જાણવા મળ્યાં મુજબ, સામાવાળા ભરતના કૌટુંબિક સગા થાય છે. કુટુંબના જ એક બનેવી સાથે સામાવાળા ઝઘડો કરતા હોય, તેમને ઝઘડો ન કરવા અને છોડાવવા માટે ભરત વચ્ચે પડ્યો હતો. જેથી નાનજી અને ચકુએ તેને પણ માર માર્યો હતો. ભરત છત ભરવાનું કામ કરે છે, તે એક બહેન અને ત્રણ ભાઈઓમાં વચેટ છે, તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!