કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

ધોરણ 12 સાયન્સમાં તાલુકાનું પ્રશંશનીય પરિણામ

વાંકાનેરમાં ટોપરનો સ્કોર 97%

વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓએ પ્રશંશનીય પ્રદર્શન નોંધાવ્યું છે. તાલુકાના ટોપ-10માં કુલ 14 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જે તાલુકાની શૈક્ષણિક પ્રગતિને દર્શાવે છે. આ યાદીમાં જ્ઞાનગંગા સ્કૂલના 7 વિદ્યાર્થીઓ, મોડર્ન સ્કૂલના 6 વિદ્યાર્થીઓ અને વી.એસ. શાહ સ્કૂલનો 1 વિદ્યાર્થી સામેલ છે. ખાસ કરીને જ્ઞાનગંગા સ્કૂલનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે, જે શિક્ષણક્ષેત્રે તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે.

તાલુકામાં પ્રથમ સ્થાન મેળવનાર મિલન કિશનભાઈ બાવળીયાએ 97.00 ટકા સાથે શાનદાર સિદ્ધિ મેળવી છે. તેમનો PR 99.89 રહ્યો છે, ટોપ-10માં આવેલા તમામ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ પરિણામથી સ્પષ્ટ થાય છે કે વાંકાનેર તાલુકામાં શિક્ષણનું સ્તર સતત ઊંચું જઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ મહેનત તથા માર્ગદર્શનથી શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!