કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોઠી જિલ્લા પંચાયત બેઠક પર ઐતિહાસિક જીત અપાવવા બદલ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો આભાર -લાલજીભાઈ રાઠોડ

કોઠી જિલ્લા પંચાયત બેઠક પર ઐતિહાસિક જીત અપાવવા બદલ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો આભાર -લાલજીભાઈ રાઠોડ

જાહેર આભાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર તાલુકામાં આવતી કોઠી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સવિતાબેન લાલજીભાઈ રાઠોડનો જંગી બહુમતીથી ઐતિહાસિક વિજય થયો છે. આ શાનદાર જીત બાદ વાંકાનેર પંથકના યુવા અગ્રણી લાલજીભાઈ રાઠોડે આ વિસ્તારના લોકો, મતદારો, કાર્યકરો, આગેવાનો અને તમામ સહયોગીઓનો દિલથી આભાર માન્યો છે.

લાલજીભાઈએ કહ્યું છે કે “આ વિજય એ અમારા પરિવારનો કે પક્ષનો નહીં, પરંતુ કોઠી બેઠકના ગામેગામ વસતા દરેક નાગરિકનો વિજય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ જે સ્વયંભૂ ઉત્સાહ દાખવ્યો હતો, તે આજે મતમાં પરિવર્તિત થયો છે. લોકોએ અમારા પર અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ પર જે અતૂટ વિશ્વાસ મૂકીને કમળને વિજયી બનાવ્યું છે, તે બદલ હું અને મારો પરિવાર કોઠીની દેવતુલ્ય જનતાના ઋણી રહીશું.”
લાલજીભાઈએ ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને મતદાન અને મતગણતરી સુધી, દિવસ-રાત જોયા વગર પરસેવો વહાવનાર પક્ષના તમામ નાના-મોટા પાયાના કાર્યકરોઓ, પ્રદેશ-જિલ્લા-તાલુકાના તમામ વરિષ્ઠ આગેવાનો અને પક્ષના દરેક સિપાહી અને સ્નેહીજનોનો જાહેર આભાર માન્યો છે.
અંતમાં લાલજીભાઈ અને સવિતાબેન રાઠોડે ખાતરી આપી હતી કે, જનતાએ જે આશા અને અપેક્ષાઓ સાથે તેમને આ ઐતિહાસિક જીત અપાવી છે, તેને તેઓ ક્યારેય એળે જવા દેશે નહીં. કોઠી જિલ્લા પંચાયત વિસ્તારના સર્વાંગી વિકાસ, પ્રાથમિક સુવિધાઓ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ અને તેમનો પરિવાર હંમેશા ખડેપગે ઊભા રહેશે.

 

Content Copying Forbidden !!

error: Content is protected !!