જાહેર આભાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર તાલુકામાં આવતી લુણસર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પાંચાભાઇ વશરામભાઇ ધરજીયાનો જંગી બહુમતીથી ઐતિહાસિક વિજય થયો છે. આ શાનદાર જીત બાદ એમણે આ વિસ્તારના લોકો, મતદારો, કાર્યકરો, આગેવાનો અને તમામ સહયોગીઓનો દિલથી આભાર માન્યો છે.
પાંચાભાઇએ કહ્યું છે કે “આ વિજય એ અમારા પરિવારનો કે પક્ષનો નહીં, પરંતુ લુણસર બેઠકના ગામેગામ વસતા દરેક નાગરિકનો વિજય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ જે સ્વયંભૂ ઉત્સાહ દાખવ્યો હતો, તે મતમાં પરિવર્તિત થયો છે. લોકોએ અમારા પર અને કોંગ્રેસની રાજનીતિ પર જે અતૂટ વિશ્વાસ મૂકીને વિજયી બનાવેલ છે, તે બદલ હું અને મારો પરિવાર લુણસરની દેવતુલ્ય જનતાના ઋણી રહીશું.”
પાંચાભાઇએ ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને મતદાન અને મતગણતરી સુધી, દિવસ-રાત જોયા વગર પરસેવો વહાવનાર પક્ષના તમામ નાના-મોટા પાયાના કાર્યકરોઓ, પ્રદેશ-જિલ્લા-તાલુકાના તમામ વરિષ્ઠ આગેવાનો અને પક્ષના દરેક સિપાહી અને સ્નેહીજનોનો જાહેર આભાર માન્યો છે.
અંતમાં પાંચાભાઇએ ખાતરી આપી હતી કે, જનતાએ જે આશા અને અપેક્ષાઓ સાથે તેમને આ ઐતિહાસિક જીત અપાવી છે, તેને તેઓ ક્યારેય એળે જવા દેશે નહીં. લુણસર જિલ્લા પંચાયત વિસ્તારના સર્વાંગી વિકાસ, પ્રાથમિક સુવિધાઓ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ અને તેમનો પરિવાર હંમેશા ખડેપગે ઊભા રહેશે.

