ભુગર્ભ ગટરના પાઇપ વચ્ચે સિમેન્ટ નહીં વપરાતા પરોજણ
ઉભરાતી ગટર કુંડીઓ નાગરિકો માટે શિરદર્દ
વાંકાનેર શહેરમાં પીવાના પાણીના બોર નકામા પુરવાર થશે
વાંકાનેરના નાગરિકોની સુખાકારી માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે, દ્રષ્ટિ અને વિચાર ઉમદા લાગે, એવી આ વાત છે, પણ નાગરિકો હકીકત બીજી જ અનુભવી રહ્યા છે.




એક તો જયારે ભુગર્ભ ગટરના પાઇપ ગોઠવાયા, ત્યારે બે પાઇપના જોડાણ ખાલી પાઇપ ગોઠવી કરી દેવાયા છે, જોડાણમાં કોઈ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, આ કામ જયારે ચાલતું હતું, ત્યારે બાંધકામના કોઈ અધિકારી કે કર્મચારીએ કોઈ હાજરી આપેલ નહીં, માત્ર શરૂઆતમાં દિશા નિર્દેશ આપ્યા પછી કામ બરાબર થાય છે કે કેમ, તે જોનાર કોઈ હાજર નહોતું, પાઇપના જોડાણ વચ્ચે સિમેન્ટ નહીં નાખતા જ્યાં સુધી ગટર ન ઉભરાય અને ગંદુ પાણી એની મેળે વહે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પાણીના વહેણમાં અંતરાય આવે અને પાણી પાછું ઠેલાય ત્યારે પાઇપના જોઈંટમાં સિમેન્ટના અભાવે જોઈંટમાંથી સોંસરવું જમીનમાં ઉતરે, ટૂંક સમયમાં આની વિપરીત અસર નહીં દેખાય, પરંતુ દશકા પછી ભૂગર્ભમાં ઉતરતા ગંદા પાણીના કારણે વાંકાનેર શહેરમાં રહેલા બોરના પાણી બગડશે, અને તે નકામા પુરવાર થવાની દહેશત ઉભી થઇ છે.
પાઇપ વચ્ચે સિમેન્ટ વાપરવાનો હતો કે કેમ, એની ખબર નથી, જો એસ્ટીમેન્ટમાં સિમેન્ટના ઉપયોગનું પ્રાવર્ધાન નહોતું, તો તે તાંત્રિક ભૂલ હતી, અને જો પ્રાવર્ધાન હતું તો આંખ આડા કાન હતા, આ બેદરકારી સામે કોઈ પગલાં ભરાશે? કોન્ટ્રાકટર તો એની રીતે કામ કરી જતા રહે, ભોગવવાનું પાછળથી નાગરિકોના લલાટે આવે. એવી સિમ્પલ સમજ વહીવટી અને ચૂંટાયેલા પદાધિકારીઓને હોય જ- રે… તેમ શાને બન્યા શાહમૃગ રે…?
ખૂબી એ છે કે ઉભરાતા ગટરના ઢાંકણા જે ઉભરાય છે, તે ઢાંકણાને ઉભરાવાની આદત પડી ગઈ હોય તેમ પ્રોબ્લેમ સોલ્વ કર્યા પછી ફરી એ જ ઢાંકણું ઉભરાતું નજરે પડે છે, જેની દુર્ગંધથી રાહદારીઓએ નાક બંધ કરી ચાલવું પડે છે, પણ જે ત્યાં રહે છે, ગંધાતા પાણીના ખાબોચિયાથી તેના નાક અને મનોદશાનું ઇમેજિંગ કરો, ગંધાતા પાણીનું ઇમેજિંગ કરો, ગંધાતા પાણીનું ઇમેજિંગ કરો: કંઈ થયું? માનવી માત્રને થાય, જવાબદારોને પણ થશે? સવેન્દનશીલતા નામની જાતનો ઉપયોગ કરી ઉકેલ સોચો…
