કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના બનશે

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના બનશે

બેઠક આદિવાસી અનામત છે

ભાજપની બહુમતી છતાંય ભાજપ પ્રમુખ નહીં બનાવી શકે

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર અપસેટ જોવા મળે તેવી શક્યતા છે કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની સીટ આદિવાસી અનામતની સીટ છે અને

અનામત સીટ ઉપર ભાજપ તરફથી જે ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા તેનો પરાજય થયો છે અને કોંગ્રેસમાંથી નેકનામ બેઠક ઉપર ચૂંટણી લડતા મહિલાનો વિજય થયો હોય ભાજપની જિલ્લા પંચાયતમાં બહુમતી હોવા છતાં પણ પ્રમુખ કોંગ્રેસના બેસસે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ટંકારા તાલુકાની નેકનામ બેઠક આદિવાસી અનામતની બેઠક હોય તે બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસની સિદ્ધિ ટક્કર હતી અને આ બેઠક ઉપરથી જે વિજેતા બને તે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે તે નિશ્ચિત હતું તેવામાં નેકનામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે જેથી હવે જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે બેસે તે નક્કી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!