મહિલા ફરીયાદીએ મૈત્રી કરાર કરેલ છે
વાંકાનેર: હાલ પાજ મુળ રહે.લાલપર રહેતા મહિલા ફરીયાદીએ મૈત્રી કરાર કરી રહેતા હોય જેનો ખાર રાખી ત્રણ આરોપીઓએ લાલપર હોટલે બેઠા હતા ત્યારે લોખંડના પાઈપ મારી સામાન્ય ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે….







જાણવા મળ્યા મુજબ હાલ પાજ મુળ રહે.લાલપર તા.વાંકાનેર વાળા અજીજાબેન ફારૂકભાઈ સંધી (ઉં.વ.૩૬) એ ફરિયાદમાં લખાવેલ છે કે હું મારા પતિથી અલગ પાજ ગામના નાસિરભાઈ મુરાદખાન પઠાણ સાથે છેલ્લા ચાર મહિનાથી મૈત્રી કરાર કરી રહુ છુ તા.૨૧/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના મેં મારા મામા એટલે કે આ નાસિરના પપ્પા મુરાદખાનને ફોન કરતા તેને મને વાત કરેલ કે ‘હું તથા મારા દિકરા નાસિરનો દિકરો નવાઝ (ઉ.વ.૧૫) લાલપર ગામે મારી દિકરી ફરજાનાબેનની હોટેલે બેઠા હતા ત્યારે તારા કાકા સલીમભાઇ બ્લોચ, બે દિકરા આશિફ સલીમભાઇ બ્લોચ તથા અબરાર સલીમભાઇ બ્લોચે કાંઈ પણ કહ્યા વગર લોખંડના પાઇપથી મને તથા મારા પૌત્ર નવાઝને મારવા લાગેલ અને દેકારો થતા માણસો ભેગા થવા લાગતા આ લોકો ત્યાંથી ભાગવા લાગેલ અને જતા જતા કહેતા ગયેલ કે ‘આજ તો બચી ગયા હવે પછી ભેગા થયા તો જાનથી મારી નાખીશ’ અને મારી દિકરી ફરજાના ત્યાં હાજર હોય તેને ૧૦૮ માં ફોન કરેલ છે જેથી તમે અહિ આવો તેમ વાત કરતા હું ત્યાં ગયેલ અને મારા મામા મુરાદખાન તથા નાસિરનો દિકરો નવાઝ બન્નેને ઇજાઓ થયેલ હતી એમ્બુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલે લઈ ગયેલ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ, જ્યાં ડોક્ટર સાહેબે મારા મામા મુરાદખાનને બન્ને હાથ તથા બન્ને પગમાં તથા નવાઝને જમણા હાથ તથા જમણા પગ તથા ડોકના ભાગે સામાન્ય ઇજા થયેલનું જણાવેલ. પોલીસ ખાતાએ (1) સલીમભાઈ બ્લોચ (2) આશિફ સલીમભાઇ બ્લોચ અને (3) અબરાર સલીમભાઇ બ્લોચ વિરુદ્ધ ગુન્હો બી.એન.એસ, કલમ-૧૧૫(૨), ૩૫૧(૨-૩)૫૪ તથા જી.પી, એકટ કલમ ૧૩૫ અને ગુન્હામાં એકબીજાની મદદગારી કરી મ્હે. મોરબી જીલ્લા મેજીના સા.ના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

