કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ – ખેડૂત પોર્ટલ

14 જુન સુધી પોર્ટલ ખુલ્લું રહેશે

વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા www.ikhedut. gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ 2026-27 માટે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના નિદર્શન ઘટકમાં સહાયનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ તા. 14/06/2026 સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ સહાયનો લાભ લેવા માટે ખેડૂતોએ પોર્ટલ પર જઈને ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી ફરજિયાત છે, જેના માટે અરજદારે પોતાનો સક્રિય મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. સફળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ખેડૂતો ઓનલાઇન અરજી સબમિટ કરી શકશે.

પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં અરજીઓ મેળવ્યા બાદ, તમામ માન્ય અરજીઓનો જિલ્લા તથા તાલુકા કક્ષાએથી પારદર્શક રીતે કોમ્પ્યુટર રાઈઝ્ડ ‘ડ્રો’ કરવામાં આવશે. આ ડ્રો ના આધારે એક સત્તાવાર અગ્રતા યાદી (મેરિટ લિસ્ટ) તૈયાર કરાશે અને નિયત લક્ષ્યાંકની મર્યાદામાં પાત્રતા ધરાવતા ખેડૂત ખાતેદારોને વહીવટી પૂર્વ-મંજૂરી આપવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ રસ ધરાવતા ખેડૂત મિત્રોને સમયમર્યાદામાં આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લેવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!