બે જણા છરી સાથે પકડાતા કાર્યવાહી
વાંકાનેર તાલુકા બે જણા કેફી પીણું પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવતા નીકળતા અને બે જણા છરી સાથે પકડાતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે


જાણવા મળ્યા મુજબ (1) વાંકાનેર તાલુકાના માટેલ ગામથી ભીમગુડા ગામ તરફ જવાના રસ્તે દેકર વિસ્તારમાં મોટર સાયકલ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર રજી. નંબર GJ-03-FJ-7226 વાળુ ચાલક ચમનભાઈ ભીમજીભાઈ સેટાણીયા (ઉ.વ.૪૦) માટેલ તા.વાંકાનેર અને (2) હાલ ઢુવા રહેતા મૂળ ગામ જામડી તા: લિમડીવાળો રાહુલ રઘુભાઇ રોજાસરા ઢુવા ચોકડી પાસેથી મોટર સાયકલ રજી. GJ-36-M -2651 કેફી પીણું પીધેલ હાલતમાં ચલાવતા નીકળતા મળી આવતા એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૩)તથા પ્રોહિ, કલમ ૬૬(૧)બી મુજબનો ગુન્હો કરેલ છે,

છરી સાથે પકડાયા
ઢુવા ગામની સીમ ભવાની કાંટા પાસેથી જાહેરમાં (1) નિતેશભાઈ ભીખાજીભાઈ ખાંભેલીયા (ઉ.વ.૨૮) રહે. હાલ સરતાનપર મુળ રહે.રાણીપુરા તા. માંડલ જી.અમદાવાદ અને (2) સરતાનપર ગામની સીમ લેન્ડ ડેકોર સીરામીક પાસે દિલાભાઈ કાજુભાઈ જખાણીયા રહે. માટેલ ગામની સીમમાં રિચ સીરામીક પાસે વાળો પોતાના પેન્ટના નેફામાંથી છરી મળી આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી મોરબી નાઓના હથીયારબંધી જાહેરનામા નં .જે/એમએજી/ક.૩૭(૩)જા. નામુ/૩૧૧૫૪૩/૨૦૨૬ તા.૩૦/૦૩/૨૦૨૬ ના જાહેરનામાનો ભંગ કરી જી.પી.એકટ કલમ -૩૭(૧), ૧૩૫ મુજબનો ગુન્હો નોંધાયેલ છે..

