ઝેરી જનાવર કરડી જતા અને શ્વાસ બંધ થઈ જતા મૃત્યુ
વાંકાનેર : વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસ યોજના કવાટર્સમા રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ નામના યુવાન પોતાના ઘેર ખાટલા ઉપર સુતા હતા


ત્યારે ઝેરી જનાવર કરડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


બીજા બનાવમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર સનપાર્ક સિરામિક ફેકટરીમા લેબર કવાટર્સમાં રહેતા બબલુભાઈ લખનભાઈ મારડી ઉ.32 પોતાના ઘેર સુતા હતા ત્યારે અચાનક શ્વાસ બંધ થઈ જતા


મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
