વઘાસીયાના ત્રણ ક્ષત્રિય અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
‘આજ પછી અમારી ગાડી ઉભી રાખશો તો મજા નહી આવે’
લોકલ વાહન ચાલકો પાસેથી ટેક્સ નહીં વસૂલવા રજુઆત પણ થઇ હતી
વાંકાનેર: વઘાસીયા ટોલનાકે વધાસીયાની એક ક્રેટા કારના ચાલકે ગાડી ઉભી નહી રાખવા જણાવી બોલાચાલી કરી બાદ બીજી સ્કોરપીયો કાર અમારી ગાડી ટોલબુથ પર નહી ઉભી રાખવા જણાવી આરોપીઓએ ટોલબુથના કર્મચારી સાથે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે મુઢ ઈજા કરી ટોલ નહી ભરી ટોલપ્લાઝના નોટીફિકેશનનો ભંગ કરી ગુનામાં એકબીજાને મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે….

જાણવા મળ્યા મુજબ વઘાસીયા ટોલનાકા ખાતે પ્રોજેકટ મેનજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (ઉવ,૩૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૧૫/૦૬/૨૦૨૬ ના રાત્રીના સાડા બાર એકાદ વાગ્યાના અરસામાં વધાસીયા ટોલપ્લાઝાના ટોલબુથ નં-૨ ઉપર એક ક્રેટા કાર રજી નંબર જીજે-૩૬-એજે-૨૩૧૨ વાળી ટોલબુથ પર આવી ઉભી રાખેલ જેમાં વધાસીયા ગામના જયરાજસિંહ ઝાલા ડ્રાઇવીંગ શીટ પર બેઠેલ હતા તથા બે અજાણ્યા માણસો આગળ પાછળ બેઠેલ હતા અને ટોલબુથના મારા કર્મચારીએ તેની પાસે ટોલ માગેલ જેથી જયરાજસિંહ તથા તેની સાથેના બે અજાણ્યા માણસો કહેવા લાગેલ કે ‘તું અમને નથી ઓળખતો? અમે અહીના વધાસીયા ગામના લોકલ છીએ જેથી અમારી ગાડી તારાથી ઉભી ન રખાય અને ટોલ અમારી પાસે લેવાના ન હોય’

કર્મચારીએ ગાડી જવા દીધેલ નહી એટલી વારમાં લેન નં-૧ ઉપર એક અન્ય સ્કોરપીયો કાર રજી નંબર જીજે-૦૮-બી, એચ-૦૦૦૭ વાળી ઉભી રહેલ અને તેમાંથી વધાસીયા ગામના હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા- રવીરાજસિંહ ઝાલાના ભાઈ રહે. વધાસીયા વાળા તથા તેની સાથે બે અજાણ્યા માણસો સ્કોરપીયો કારમાંથી ઉતરેલ અને તે પણ અમારા ફરજ પર હાજર કર્મચારીને કહેવા લાગેલ કે ‘તમે અમારી ગાડીઓ કેમ ઉભી રખાવો છો? અમને બધાને ઓળખતા નથી’ અને ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ અને આ બધા કહેવા લાગેલ કે ‘આજ પછી અમારી ગાડી ઉભી રાખશો તો મજા નહી આવે’ ધમકી આપવા લાગેલ અને તેમાંના એક અજાણ્યા વ્યકિતએ ત્યાં ટોલબુથ પર પડેલ પ્લાસ્ટીક નો સેફટીકોન હાથમાં લઇ મારવા દોડેલ સેફટીકોન કર્મચારીને મારેલ
સાથી કર્મચારી વચ્ચે પડી વધુ ઝગડો થતો અટકાવેલ અને આ લોકો બધા કર્મચારીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ક્રેટા કાર રજી નંબર જીજે-૩૬-એજે-૨૩૧૨ તથા સ્કોરપીયો કાર રજી નંબર જીજે-૦૮-બી,એચ-૦૦૦૭ વાળીના ડ્રાઇવરો ટોલ નહી ભરી ગર્વેમેન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા NHAINHAI નેઆપેલ નોટીફીકેશન G, S.R. 838(E) નો ભંગ કરી જતા રહેલ હતા
પોલીસ ખાતાએ (1) જયરાજસિંહ ઝાલા (2) હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા રહે. વઘાસીયા અને ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા અધિ-૨૦૨૩૨૦૨૩ની કલમ-૧૧૫(૨), ૩૫૧(૩),૩૫૨, ૫૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…..
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વઘાસીયા ગામના નાગરિકો- આગેવાનોએ લોકલ વાહન ચાલકો પાસેથી ટેક્સ નહીં વસૂલવા રજુઆત પણ કરી હતી…

