મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા
વાંકાનેર : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રદેશ ભાજપના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો.


હાલના સમયમાં વધતા જતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે વૃક્ષોનું વાવેતર માત્ર જરૂરી જ નહીં પરંતુ આવશ્યક બની ગયું છે. કાળઝાળ ગરમીથી પ્રજાજનો અને અબોલ પ્રાણીઓના જીવ પર જોખમ વધી રહ્યું છે, ત્યારે વૃક્ષારોપણ થકી સમાજને ‘વૃક્ષો વાવો ધરતી બચાવો, વૃક્ષો વાવો વરસાદ લાવો’નો સાર્થક સંદેશ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા વાંકાનેર તાલુકામાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ મોટા પાયે વૃક્ષારોપણ કરી પર્યાવરણ અને જીવદયાની ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કોળી સમાજના અગ્રણી પરસોત્તમભાઈ બાવરવા, ભુવા ચતુરભાઈ મકવાણા, હરૂભા ઝાલા, રતીલાલ અણીયારીયા, બાબુભાઈ ઉઘરેજા, ક્રીપાલસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય ઇન્દુભા ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ સારલા, પ્રવિણભાઈ પંડયા, મુન્નાભાઈ હેરમા, હરેશભાઈ માણસુરીયા, આયોજક વેલનાથ ગૃપના સંજયભાઈ ચાવડા, રાકેશભાઈ બાવળીયા, રણછોડભાઈ ઉઘરેજા, ઘમલપર સરપંચ તથા પૂર્વ વાંકાનેર તાલુકા ઠાકોર સેના પ્રમુખ અરવિંદભાઈ અબાસણીયા તેમજ ગઢીયા હનુમાન મિત્ર મંડળ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…




