કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વઘાસિયા ટોલનાકે ગ્રામજનોનો રાત્રે ચક્કાજામ

વઘાસિયા ટોલનાકે ગ્રામજનોનો રાત્રે ચક્કાજામ

પોલીસ દોડી ગઈ

ટોલનાકાથી 8 કિમીના વર્તુળમાં આવતા ગામોએ પણ ટેકો આપવો જોઈએ

વાંકાનેર: વાંકાનેર – કચ્છ હાઇવે પર વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકે સ્થાનિક ગ્રામજનો પાસેથી વસુલવામાં આવતા ટોલના વિરોધમાં ગઈ કાલે શનિવારે રાત્રે અચાનક જ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવી ટોલનાકે ચક્કજામ કરી દેતા નેશનલ હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસના ઘાડે ધાડા ટોલનાકા ખાતે પહોચી ગયા હતા અને સમજાવટથી મામલો થાળે પાડવા તજવીજ શરૂ કરી છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી – કચ્છને જોડતા નેશનલ હાઇવે પર વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકુ હંમેશા વિવાદમાં રહે છે ત્યારે શનિવારે મોડીરાત્રે અચાનક જ ગ્રામજનો સ્થાનિકો પાસેથી વસુલવામાં આવતા ટોલટેક્સ મુદ્દે વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવી ટોલનાકે ચક્કાજામ કરી દીધો હતો ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ઘાડે ધાડા ઉતરી આવ્યા હતા અને સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસો શરૂ કર્યા હતા.જો કે, અડધો કલાકથી વધુ સમય સુધી ચક્કાજામ રહેતા નેશનલ હાઇવે પર વાહનો અટકી પડયા હોવાનું જાણવા મળે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!