કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

વિનયગઢના યુવાનનું દવાવાળુ પાણી પી જતાં મૃત્યુ

ખડમાં છાંટવાની દવાવાળુ પાણી ભુલથી પીધું હતું

વાંકાનેર: તાલુકાના છેવાડાના નાના ગામ વિનયગઢ ગામે રહેતો ૧૮ વર્ષનો એક યુવાન ભૂલથી દવાવાળુ પાણી પી જતાં યુવાનનું મૃત્યુ નીપજ્યું છે

જાણવા મળ્યા મુજબ વિનયગઢ ગામે રહેતા દેવરાજ વજુભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) નામનો યુવાન ચારેક દિવસ પહેલા વાડીએ હતો ત્યારે ભુલથી ઝેરી દવાવાળુ પાણી પી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં ગત રાત્રે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આ બનાવની જાણ રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર દેવરાજ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે ખેત મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. સગાના કહેવા મુજબ વાડીએ ખડમાં દવા છાંટતી વખતે તે ભુલથી દવાવાળુ પાણી પી ગયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!