કીચડમાંથી બહાર કાઢી ફોરેસ્ટ વાળાને સોંપ્યું
વાંકાનેર: આજરોજ આપણા જૂના વઘાસિયા ગામના પાણીના સંપ પાસે શક્તિ માતાજીના મંદિર પાસે એક નીલ ગાયના બચ્ચાને કૂતરાઓએ ચૂંથી નાખતા અવાજ સાંભળતા જ બનાવ સ્થળે વઘાસિયાના સુખુભા પહોંચી જાતા 


ગૌ-સેવક સેવાભાવી જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને જાણ કરતા સાથે દેવેન્દ્રસિંહ ગુમાનસિંહ ઝાલા એમ બંને ભાઈઓએ આવીને રામપરડા ફોરેસ્ટ ઓફિસે ફોન કરી જાણ કરતા નીલ ગાયના બચ્ચાને કીચડમાંથી બહાર કાઢી ફોરેસ્ટ વાળા અશોકભાઈને સોંપેલ છે, ફોરેસ્ટ વાળાએ પણ આ કાર્ય ને બિરદાવ્યું હતું આ ત્રણેય ભાઈઓ સુખુભા, જયદીપસિંહ ને દેવુભાને લોકો ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે….