કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ફળી
બસ ડેપો ખાતે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
વાંકાનેર: અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆતને પગલે એસ.ટી. નિગમ દ્વારા વાંકાનેરથી ભાવનગર વાયા સારંગપુર રૂટની નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આ નવી બસ સેવાના પ્રારંભને અનુલક્ષીને ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બસ ડેપોની મુલાકાત લીધી હતી.


મુલાકાત દરમિયાન શહેર અને તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ બસ ડેપો પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે ડેપોના કર્મચારીઓ પણ જોડાયા હતા.
વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે યોજાયો હતો.




