કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તા. પંચા. સમિતિના ચેરમેન નિમાયા

વાંકાનેર તા. પંચા. સમિતિના ચેરમેન નિમાયા

કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ અને સા. ન્યાય સમિતિ ચેરમેન ચંદ્રીકાબેન

વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતની ગઈ કાલે બે સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તથા સામાજિક ન્યાય સમિતિના નવા ચેરમેનની સત્તાવાર જાહેરાત કરાઈ છે…

ગઈ કાલે તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં ચેરમેન તરીકે ઘનશ્યામસિંહ લખુભા ઝાલા (વઘાસીયા) તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંદ્રીકાબેન રાજેશભાઈ મહાલીયા (સિંધાવદર) ની વરણી કરવામાં આવી છે…
આ સાથે જ કારોબારી સમિતિમાં સભ્ય તરીકે ૧). ઝાલા ઘનશ્યામસિંહ લખુભા, ૨). ફાતુબેન યુનુસભાઇ શેરસીયા, ૩). જશુબેન સાદુલભાઇ ભુસડીયા, ૪). અકબરભાઇ અમીભાઇ વડાવીયા, ૫). જેનમબેન ઇદ્રીશભાઇ કડીવાર, ૬). દુધીબેન મનસુખભાઇ થુલેટીયા, ૭). હુસેનભાઇ વલીભાઇ શેરસીયા, ૮). શોભનાબેન પ્રવિણભાઇ બાવળીયા, અને ૯). ગુલશનબેન સોયબભાઇ બાદીનો સમાવેશ કરાયો છે.
જ્યારે સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય તરીકે ૧). ચંદ્રીકાબેન રાજેશભાઇ મહલીયા, ૨). રૂપસંગ પરથીભાઇ ચૌહાણ, ૩). માણસુર વાલાભાઇ બેડવા, ૪). જયશ્રીબેન નવીનભાઇ વોરા અને ૫). ઝાલા વિજુબેન સુખાભાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉ શાષક પક્ષના દંડક તરીકે કોઠારીયાના ફારૂક કડીવાર અને સરધારકાના ગિરિરાજસિંહની નિમણુંક કરાઈ હતી, આમ દરેક ચૂંટાયેલા સભ્યને સમાવીને બેલેન્સ જાળવ્યું છે. પ્રમુખ- ઉપપ્રમુખનો કારોબારીમાં સમાવેશ કરાયો નથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!