કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

તા: 31.05.2026 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખવું

વાંકાનેર: અહીંની પી.જી.વી.સી.એલ વાંકાનેર રૂરલ-1 કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે….

તા: 31.05.2026 સુધીમાં જે ગ્રાહકોને ઘર માટેની સોલાર યોજના હેઠળ સોલાર લેવા માંગતા હો તો પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી નાખવું. રજીસ્ટ્રેશન એકદમ ફ્રી છે, તેમાં કોઈ જાતનો ચાર્જ નથી. આપ સૌ પી.જી.વી.સી.એલ ઓફિસે આવીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા પી.જી.વી.સી.એલ ના સ્ટાફ આપના ગામમાં આવે ત્યારે તેમની પાસે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા પી.જી.વી.સી.એલ દ્રારા નક્કી કરેલ સોલાર એજન્સી પાસે પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો… ફરી એક વાર જણાવવાનું કે 31.05.2026 સુધીમાં વધુમા વધુ રજીસ્ટ્રેશન કરશો, ઘર માટેના સોલાર લેવાની સ્કીમ લાભ લેશો.
ફરી એક વાર જણાવવાનું કે રજીસ્ટ્રેશનમાં કોઈ ચાર્જ આપવાનો થતો નથી કે ભરવાનો થતો નથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!