કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જાલી ગામે વાડીમાંથી પાણીની મોટર ચોરાઈ

જાલી ગામે વાડીમાંથી પાણીની મોટર ચોરાઈ

વાંકાનેર: તાલુકાના જાલી ગામની સીમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી પાણીની મોટર અને સર્વિસ વાયર ચોરી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.

ફરિયાદ મુજબ જાલી ગામના રહેવાસી અને ખેતી કામ કરતા અજયભાઇ છનાભાઇ ખમાણી (ઉ. 25) દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમની વાડીમાંથી પાણીની મોટર તથા મોટરનો સર્વિસ વાયર કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી લઈ જવામાં આવ્યા હતા.
આ બનાવ 6 મે 2026 ના સાંજના સમયથી 7 મે 2026 સુધીના સમયગાળા દરમિયાન બન્યો હોવાનું FIRમાં નોંધાયું છે. ચોરી થયેલ માલમત્તાની કુલ કિંમત અંદાજે રૂ. 25 હજાર દર્શાવવામાં આવી છે.
ઘટનાની જાણ 7 મે 2026ના રોજ વાંકાનેર સીટી પોલીસ મથકે કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે બી.એન.એસ. કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!